અંકલેશ્વર: પુનગામ નજીક વૃક્ષ સાથે કાર ધડાકાભેર ભટકાય, કારચાલકનું મોત,મહિલા સહિત બાળકને ઇજા

સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો જેમાં કારચાલકનું મોત

New Update
pungaam Car Accident
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલા સહિત બાળકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર હાંસોટ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ કારને અકસ્માત નડ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું...

 જ્યારે અન્ય બે મહિલા અને એક બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સાથે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતના પગલે અંકલેશ્વરથી હાંસોટ ને જોડતા સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વડોદરા ખાતે રહેતો પરિવાર સુરતથી વડોદરા જઈ રહ્યો હતો ત્યારે પુનગામ નજીક કાર ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.