અંકલેશ્વર: હાંસોટના અલવા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના અલવા ગામ નજીક અકસ્માતનો વધુ એક બનાવો બન્યો હતો.

New Update
a
Advertisment

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના અલવા ગામ નજીક અકસ્માતનો વધુ એક બનાવો બન્યો હતો.

અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ એક કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગની બાજુમાં પલટી ગઈ હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના દ્રશ્યો જોતા જ વાહન ચાલકો અને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કારચાલકને અંદરથી બહાર કાઢ્યો હતો.આ બનાવમાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના અલવા ગામ નજીક અકસ્માતના વારંવાર બનાવો બને છે.
Advertisment
Latest Stories