ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કુલના બાળકોના સહયોગથી પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા,
ત્યારે આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કુલના બાળકોના સહયોગથી પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા અંગ્રેજી મધ્યમ તેમજ ગુજરાતી મધ્યમના વિદ્યાર્થી બાળકો, શિક્ષકગણ અને સ્ટાફગણ હાજર રહ્યા હતા, જ્યારે બાળકોમાં લોકો પ્રત્યે માનવતા જાગે તેવા શુભ આશય સાથે સમગ્ર કાર્યકમનું આયોજન આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.