ભરૂચ અંકલેશ્વરમાં જામ્યો મેઘાવી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

New Update

ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો છે.ભરૂચ શહેરની વાત કરીએ તો  સેવાશ્રમરોડ, લિંક રોડ, શક્તિનાથ, શ્રવણ ચોકડી ઝાડેશ્વર સહિત સ્ટેશન રોડના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ તરફ ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા, કોસમડી સહિત તાલુકાના ગડખોલ, અંદાડા જેવા ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જિલ્લામાં માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો જેમાં નેત્રંગમાં પાંચ મિલીમીટર અને અંકલેશ્વરમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો
#Ankleshwar #CGNews #Rainfall #Heavy Rain #Water Flooded #Bharuch
Here are a few more articles:
Read the Next Article