ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર વાહનો પર "સેફટી ગાર્ડ" લગાડયા...

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા

New Update
  • જિલ્લા ટ્રાફિક પોલીસ અને સામાજિક કાર્યકરો દ્વારા આયોજન

  • ઉત્તરાયણમાં લોકોની સુરક્ષા-સલામતી માટે આગોતરું આયોજન

  • ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ (તાર)નું વિતરણ

  • વાહનો પર સેફટી ગાર્ડ તાર લગાડી આપવામાં આવ્યા

  • ઉત્તરાયણમાં લોકોને સલામતી અને સુરક્ષા રાખવા અપીલ કરી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહનચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે.
ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ પતંગની ધારદાર દોરીથી થતા અકસ્માતોન કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે ટુ-વ્હિલર વાહનચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા.
જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: દહેજ પોલીસે જોલવા ગામે દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા આરોપીની કરી ધરપકડ

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે

New Update
fbd

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં પણ તે દુકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખ્યો છે.

 જે આધારે સરકારી પંચો સાથે રેઈડ કરતા આરોપીએ પોતાની દુકાનમાં સંતાડી રાખેલ ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી આ જથ્થો લાવી અને તેની નાની-નાની પડીકીઓ બનાવી લોકોને છુટક વેચાણ કરવાના ઇરાદે ગાંજાનો જથ્થો પોતાની દુકાનમાં સંતાડી રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 9 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.