New Update
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજરોજ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.જેના કારણે વાહનોની લાંબી જાતરો જોવા મળી હતી.રોજિંદા ટ્રાફિકને પગલે રાજપીપલા ચોકડીથી સારંગપુર, દઢાલ, જી.આઈ.ડી.સી.અને જીતાલી ગામના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.જ્યારે અંકલેશ્વર હાઇવે પર વર્ષા હોટલ પાસે ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.હાલ અંકલેશ્વર હાઇવે ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો રહ્યો છે.
Latest Stories