અંકલેશ્વર ONGC ખાતે ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય

અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે.

New Update

અંકલેશ્વર ONGC ખાતે ઉત્સવોનો ત્રિવેણી સંગમ 

ગુજરાતી,બંગાળી અને ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઉત્સવોનું આયોજન 

ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય 

ગરબા,દુર્ગાપૂજા અને રામલીલાની ઉજવણી 

આ સંગમમાં તરબોળ બનતા ઉત્સવ પ્રેમીઓ 

અંકલેશ્વરની ONGC કોલોનીમાં ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય નવરાત્રી મહોત્સવમાં જોવા મળી રહ્યો છે.ગુજરાતીઓનો ગરબોઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલા-રાવણ દહન તેમજ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. ઔદ્યોગિક નગરી અનેક સમાજનાં લોકો માટે કર્મભૂમિ પણ છે. ONGC ખાતે ફરજ બજાવતા વિવિધ પ્રાંતનાં લોકો તેમના પરંપરાગત ઉત્સવો ઉજવવા વતન જઇ શકતા નથી,પરંતુ તેઓ અંકલેશ્વરમાં તેમના પરંપરાગત ઉત્સવો મનાવી રહ્યા છે.નવરાત્રી મહોત્સવમાં ONGC  કોલોનીમાં ગુજરાતીબંગાળી અને ઉત્તર ભારતીય સમાજનાં ઉત્સવોનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે.તો ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલા અને કોલોની ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉત્સવોના ત્રિવેણી સંગમના ભક્તિરસ સાગરમાં ઉત્સવપ્રેમી તરબોળ બની રહ્યા છે.

Latest Stories