અંકલેશ્વર: મહિલા અત્યાચારના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 17 વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં ફરાર આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 17 વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં ફરાર આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપી અલ્લાબક્ષ ઉર્ફે વસંત યુસુફ સમમા ગુમાનદેવ બ્રિજ પાસે તબેલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ વર્ષ 2008માં અંકલેશ્વર શહેર ડિવિઝન એ ડિવિઝન પોલીસ મથકે મહિલા અત્યાચાર બાબતનો ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.