New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
અંકલેશ્વર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
રૂ.1.27 કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર
અંકલેશ્વર નજીક NH 48 પરથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલ કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી રૂ.1.27 કરોડની કિંમતનો વિદેશી દારૂમો જથ્થો જપ્ત કર્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA-17-AA-8799માં ઇંગ્લીશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઇ રહ્યું છે જેના આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમ્યામ બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનર ચાલક અને રાજસ્થાનમાં રહેતા જગદીશ બિશનોઈની ધરપકડ કરી હતી.પોલીસે 5 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા 5 કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતોમઆ અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી ઝડપી પાડ્યું હતું તો અન્ય બે કન્ટેનરો નવસારી નજીકથી ઝડપાયા હતા ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.