ભરૂચ : આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરનું બહાર નીકળવું યથાવત, 3 મગરને રેસક્યું કરાયા

ભરૂચ જીલ્લાના આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરો બહાર નીકળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વન વિભાગે રહેણાંક વિસ્તારમાંથી 3 જેટલા મગરનું રેસક્યું કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

New Update

આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરી ગયા

પાણી ઓસરતા મગરનું બહાર નીકળવું યથાવત રહ્યું

રહેણાંક વિસ્તારોમાં મગર ધસી આવતા લોકોમાં ભય

વન વિભાગે વિવિધ વિસ્તારોમાં ગોઠવ્યા હતા પાંજરા

3 મગરનું રેસક્યું કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભરૂચ જીલ્લાના આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરો બહાર નીકળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છેત્યારે વન વિભાગે રહેણાંક વિસ્તારમાંથી 3 જેટલા મગરનું રેસક્યું કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ભરૂચ જીલ્લામાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ મગરો બહાર નીકળી આવતા લોકોમાં ભય વધ્યો છેત્યારે આમોદ તાલુકામાં ફરી એકવાર મગર બહાર નીકળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મગર રસ્તા જાણે ટહેલવા નીકળ્યો હોય તેવા દ્રશ્યો આમઓડ પંથકમાંથી સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં મગરને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. જેમાં 3 મગરનું રેણાક વિસ્તારમાંથી રેસક્યું કરવામાં આવ્યું હતું. જોકેમગરો પાંજરે પુરાય જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.  

Latest Stories