/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
નવસારી-એંધલથી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી તીર્થ યાત્રાનું આયોજન
વિવિધ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળ્યા લોક સાહિત્યકાર
લોક સાહિત્યકાર નરેશ આહીર ભરૂચના તવરા ગામે પહોચ્યા
તવરા ગામના પાંચ દૈવી મંદિરે લોક સાહિત્યકારે કર્યા દર્શન
આહીર સમાજ દ્વારા નરેશ આહીર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ યાત્રા લઈને નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દૈવી મંદિરે આવી પહોંચતા જ તેઓએ પાંચ દૈવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નરેશ આહીર છેલ્લા 12 વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર વિરપુર, ચોટીલા, રાજપરા, દ્વારકા, સોમનાથ તેમજ ભુજના માતાના મઢ સહિતના મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છે, ત્યારે નવસારીના એંધલ ગામથી સાયકલ પર 12 દિવસમાં 1300 કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલ વીર નરેશ આહીરનું તવરા ખાતે આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/07/26/conn-2025-07-26-22-31-26.jpg)