New Update
દાહોદમાં બન્યો હતો ચકચારી બનાવ
બાળકી સાથે થયો હતો દુષ્કર્મનો પ્રયાસ
આચાર્યએ જ બાળકીની કરી હતી હત્યા
આચાર્યને ફાંસીની સજાની માંગ
આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે
ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ૬ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડે છે અને આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે ઝડપથી તપાસ પૂર્ણ કરી આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે
Latest Stories