• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: શહેરમાં 3 દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ, ઠેર ઠેર કચરાના ઢગના કારણે નર્કાગાર જેવી સ્થિતિ

ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નર્કાગાર જેવી સ્થિતિ

author-image
By Connect Gujarat Desk 21 Feb 2026 in ભરૂચ ગુજરાત
New Update
  • ભરૂચમાં ડોર ટુ ડોર સેવા બંધ

  • 3 દિવસથી સેવા બંધ

  • ઠેર ઠેર કચરાના ઢગ

  • નર્કાગાર જેવી સ્થિતિ

  • કામદારોને પગાર ન ચૂકવતા હડતાલ

ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ હોવાના કારણે શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડોર ટુ ડોરના કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા તેઓએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.
ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે.
માહિતી મુજબ, ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. એક વ્યક્તિ દીઠ અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. લાખો રૂપિયાની બાકી રકમને લઈને કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એકસાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં તમામ વાહનોને એકસાથે ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે.
 નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચુકવવામાં નિષ્ફળતા દાખવાતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નગરપાલિકાના અધિકારીઓ પર પણ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે.
પવિત્ર રમજાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે.આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છેઆજ સાંજ સુધીમાં ડોર ટુ ડોર સેવા શરૂ થઈ જશે.
#door-to-door #door-to-door service #door to door garbage collection #bharuch nagarpalika #Bharuch News
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by