ભરૂચ : આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના લોકોમાં દોડધામ...

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
a

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના આમોદ નગરમાં તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે આસપાસના લોકોએ ટોળે વળી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં લોકોએ પાણી અને ફાયર સેફ્ટીના સાધન વડે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories