New Update
ભરૂચ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
મહેશ વસાવાના પુત્રએ યુવતીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ
પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા
સામે યુવતીએ માતા પિતા સામે નોંધાવી ફરિયાદ
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડીયા તાલુકાનાં ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.
Latest Stories