ભરૂચ: બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નેત્ર નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય

બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બેંક ઓફ બરોડા દ્વારા આયોજન કરાયું

  • સ્થાપના દિવસની કરવામાં આવી ઉજવણી

  • નેત્ર નિદાન કેમ્પનું આયોજન

  • રક્તદાન શિબિર પણ યોજાય

ભરૂચમા બેંક ઓફ બરોડા સ્થાપના દિન નિમિત્તે આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બેંકના ખાતેદારોએ લાભ લીધો હતો.
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ આઈ ક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો. મુખ્ય પ્રબંધક નયન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં બેંકના 118 ખાતાધારકોને સેવા આપવામાં આવી.સાથે જ લિંકરોડ શાખામાં રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ માટે મોટું યોગદાન આપ્યું હતું. 
Latest Stories