![aa](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/01/05/d4GHV2PlzZNeQ2KP4iHS.png)
ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી. અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ટિવીલ્સ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ લાયબંબા સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
આગની જાણ દુકાનના માલિકને કરતા તેઓ પણ દોડી આવી બચેલો કપડાના માલને બચાવવાની મસ્કતમાં લાગ્યા હતા.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે.જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.