ભરૂચ ડિવિઝનના 8 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.58 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.

New Update
drn s

ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીની  હાજરીમાં બુલ્ડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરાયો હતો. ભરૂચ ડિવિઝન હેઠળના કુલ 8 પોલીસ મથકો દ્વારા અલગ-અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન રૂ. 1.58 કરોડનાનો વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં કુલ 45,623 બોટલોનો સમાવેશ થાય છે જેના પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું
Latest Stories