મુન્દ્રા પોર્ટ ટુ ભરૂચ “ટ્રામાડોલ” કનેક્શન : ગુજરાત ATSએ 1,410 લીટર લિક્વિડ ટ્રામાડોલ મળી રૂ. 31 કરોડનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી.

New Update

ગુજરાત ATSએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી ફાર્માસ્યુટિકલ યુનિટમાં રેડ કરી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 1,410 લીટર લિક્વિડ ટ્રામાડોલ મળી રૂ. 31.02 કરોડનો જથ્થો જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ટ્રામાડોલ ટેબ્લેટ્સના જથ્થાનું કનેક્શન ભરૂચના દહેજ સાથે જ જોડાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATSએ દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ

ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી. આ રેડ દરમિયાન ફાર્મા કંપનીમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં પ્રવાહી ટ્રામાડોલ મળી આવ્યું હતું. ATSએ 1,410 લીટર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો કબ્જે કર્યો છે. આ સાથે ફાર્મા કંપનીના કેમિસ્ટ અને ઓપરેટર પંકજ રાજપૂતની પણ ધરપકડ કરી છે. ATSએ રૂ. 31.02 કરોડના ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાત ATSએ ઝડપેલા આરોપી પંકજ રાજપૂતની પૂછપરછમાં સામે આવ્યું હતું કેગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત અને નિખિલ કપુરીયાએ ટેબ્લેટ બનાવવા માટે સંગ્રહ કર્યો હતો. નિખિલ કપુરીયા અને પંકજ રાજપૂત ટ્રામાડોલ બનાવવા માટે જરૂરી રો-મટિરિયલ અને કેમિકલ સરખેજ ખાતે આવેલી શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાને પ્રોસેસિંગ માટે આપતો હતો. પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલો ટ્રામાડોલનો જથ્થો નિખિલ કપુરીયા અને પંકજ રાજપુત હર્ષદ કુકડીયાને સરખેજ ખાતે મોકલી આપતા હતા.

આમસમગ્ર કેસમાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જે આરોપીઓ હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળ્યું હતું કેમુન્દ્રા કસ્ટમ વિભાગ દ્વારા તાજેતરમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે એક શંકાસ્પદ એક્સ્પોર્ટ કન્ટેઈનરમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરાલિઓન અને નાઇજર ખાતે એક્સ્પોર્ટ થનાર રૂપિયા 110 કરોડની કિંમતની કુલ 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો આજ આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવ્યો હોવાનું પણ ATSની તપાસમાં ખુલવા પામ્યું હતું.

 

Latest Stories