અંકલેશ્વર: એપલ કંપનીના ડુપ્લીકેટ લોગો વાળી એસેસરીઝ વેચતા 5 વેપારી ઝડપાયા

અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી,

New Update
mob aropi
અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી,જેમાં એપલ કંપનીના લોગો વાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા પાંચ વેપારીઓને પોલીસે રૂપિયા 6 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

B ડિવિઝન પોલીસે રૂપિયા 6 લાખ 35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર B ડિવિઝન પોલીસ અને કોપીરાઈટ ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે પ્રતિન ચોકડી વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેચારીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી,જેમાં ફ્રેન્ડ્સ મોબાઈલ, રાજગુરુ મોબાઈલ,વી મોબાઇલ પોઇન્ટ,શ્રી જય અંબે મોબાઈલ અને સદ્દગુરુ મોબાઈલ માંથી પોલીસને એપલ કંપનીના લોગો વાળી ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાઈ ગયા હતા. અને પોલીસે શેખ મહંમદ ઉવેશ ઈમ્તિયાઝ શેખ,નહેરૂસિંગ શંભુસિંગ રાજપુરોહિત,જગદીશ છત્રારામ રાજપુરોહિત,મોહન હડમતારામ રાજપુરોહિત અને રતારામ દુલારામ ચૌધરીની ધરપકડ કરીને રૂપિયા 6 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
 
Latest Stories