અંકલેશ્વરના ભદ્રલોક બંગ્લોઝમાં બંધ મકાનમાં ચોરીથી ચકચાર,તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

New Update
0
Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 1.11 લાખથી વધુનો મુદ્દામાલ પર હાથફેરો કરી ચોર ફરાર થઇ ગયા હતા.

Advertisment
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં મકાન નંબર B-10માં રહેતા દિપક વલ્લભાઇ પટેલ પોતાના પરિવારજનો સાથે રાજપીપળા ખાતે વતનમાં દિવાળી પર્વની ઉજવણી માટે ગયા હતા,આ દરમિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,અને ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ચોર ઘરમાં પ્રવેશ્યા હતા,તેમજ બેડ રૂમમાં રાખેલી તિજોરી માંથી સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
રાજપીપળાથી પરત આવેલા દિપક પટેલને ચોરી અંગેની જાણ થઈ હતી,અને આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, પોલીસે સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 1 લાખ 11 હજાર 800ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધીને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.    
Latest Stories