નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોને વેગ
સંસ્કારધામ સોસાયટી-2માં વિકાસ કાર્ય હાથ ધરાયું
રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી
કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
નગરસેવક સહીતના આગેવાનો-સ્થાનિકોની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 1ની સંસ્કારધામ સોસાયટી-2માં રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આઉટ સોર્સની ગ્રાન્ટમાંથી વિકાસના વિવિધ કામોને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત ખાતમુહૂર્ત પ્રસંગે નગરસેવક કિંજલ ચૌહાણ સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.