ભરૂચમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલીનું આયોજન,બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલા અત્યાચાર સામે આક્રોશ

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,

New Update

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ધર્મસ્થાનો પર થતા હુમલાનો વિરોધ

પાંચબત્તી થી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ 

સમસ્ત સનાતની હિન્દુ સમાજે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર  

વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

 કેન્દ્ર સરકાર પાસે હિન્દુઓના રક્ષણ માટે કરાઈ માંગ 

બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો,અને ત્યારબાદ સ્થિતિ કાબુમાં આવવાના બદલે વધુ વિકટ બની હતી,તેમજ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર પણ અત્યાચાર ગુજારવાનું શરુ કર્યું હતું,અને હિન્દુ ધાર્મિક સ્થળો ઉપર પણ તોડફોડ સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

આ ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા,ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને હિન્દુ ધાર્મિક સ્થળોના રક્ષણ માટે ભરૂચ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.ભરૂચ શહેરના પાંચબત્તી થી કલેકટર કચેરી ખાતે સમસ્ત સનાતની હિન્દુ સંગઠન દ્વારા વરસતા વરસાદમાં એક રેલી યોજવામાં આવી હતી ,અને આ રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.રેલીમાં ઉપસ્થિત આગેવાનોએ ભારત સરકારને સંબોધીને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું,અને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ ધાર્મિક સ્થળો પર થઇ રહેલી હિંસા અને અત્યાચાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

#હિન્દુ ધર્મ #ભરૂચ #ભરૂચ કલેકટર કચેરી #વિશ્વ હિન્દુ પરિષદ #બાંગ્લાદેશ #બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના #કલેકટર તુષાર સુમેરા
Here are a few more articles:
Read the Next Article