ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આવતીકાલે તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અંકલેશ્વર શહેરમાં 22 KV બાપુનગર ફીડર નં. 12નું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી કુબેર ફાર્મ, જુબી ગેસ્ટ હાઉસ, ટ્રેડ સેન્ટર, જલારામ પેટ્રોલ પંપ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અક્ષર બંગલોઝ, મુક્તિધામ સોસાયટી, શ્રીરામ નગર, હરિનગર બંગલોઝ, વિરાટ નગર, ભદ્રલોક સોસાયટી, મીરા ઓટો ગેરેજ વિસ્તાર અને નિરાંત નગર સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી બંધ રહેશે. જોકે, વીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.