અંકલેશ્વર: સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ

રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો  પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

સેવા સેતુના દશમાં તબક્કાનો પ્રારંભ

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

વિવિધ સરકારી સેવાનો લાભ સ્થળ પર જ અપાયો

આગેવાનો દ્વારા કરાયુ વૃક્ષારોપાણ

અંકલેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો  પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.સેવાસેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર,સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોની રજુઆતોનો ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે.સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપાણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત,કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા,વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા
#CGNews #Ankleshwar #PM Modi #program #Locals #Seva Setu
Here are a few more articles:
Read the Next Article