New Update
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદે સર્જી મુશ્કેલી
હજારો હેક્ટરમાં પથરાયેલા ડાંગરના પાકને નુકસાન
અદ્યકચરો પાક ખેડૂતો વેચવા મજબુર બન્યા
ખેડૂતોનો આર્થિક નુકસાન ઘટાડવાનો પ્રયાસ
આ વર્ષે ભાવમાં પણ થયો છે ઘટાડો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પવનના જોર સાથે વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં વિનાશ વેર્યો છે.આ પંથકમાં ખાસ કરીને ખેડૂતો ડાંગરના પાકની ખેતી મોટા પ્રમાણમાં કરે છે,હજારો હેકટર જમીનમાં તૈયાર કરેલો પાક પર વરસાદી આફતમાં નુકસાન છવાઈ ગયું છે.એક તરફ જ્યાં ખેડૂતો ટૂંક સમયમાં પાક લણવા માટેની તૈયરીઓ કરી રહ્યા હતા,ત્યાં બીજી તરફ પવનના જોર સાથે વરસેલા વરસાદે ઉભા પાકને તહસનહસ કરી નાખ્યો હતો,જેના કારણે ખેડૂતોએ શ્રમશક્તિ અને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો,જયારે સંપૂર્ણ નુકસાની માંથી બચવા માટે ખેડૂતો દ્વારા અદ્યકચરો તૈયાર થયેલો પાક લણીને વેચવા માટે મજબુર બન્યા છે,ગત વર્ષની સરખામણીમાં વર્તમાન ભાવમાં પણ ઘટાડો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
Latest Stories