-
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળ્યો
-
હોળાષ્ટક પૂર્ણ થતા જ કાર્યભાર સંભાળ્યો
-
ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન
-
કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો
-
ભાજપના સાંસદ,ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું,અને આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળી રાષ્ટ્ર અને ભરુચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોળાષ્ટક પૂર્ણ થતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતાની જવાબદારી સંભાળે તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય,પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા ઉપરાંત પ્રદેશ તાલુકા-શહેરનાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.