આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આગામી તા. 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તો બીજી તરફ, હિન્દુ સમાજ દ્વારા તા. 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથક ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકમાં જંબુસર પોલીસ મથકના PI એ.વી.પાણમિયા, PSI એ.બી.રાઠવા સહિત મોટી સંખ્યામાં જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.