અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગતમાં શારદા ભવન ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

New Update

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયો પ્રારંભ

સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો

બીજી ઓક્ટોબર સુધી ચાલશે અભિયાન

સ્વરછતા અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગતમાં શારદા ભવન ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા સ્વરછતા સર્વેક્ષણ 2024 અંતર્ગત  સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ,સુરેશ પટેલ,કિંજલ ચૌહાણ, નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ-સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમમાં યોજાશે. દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ-સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન આવ્યું છે

#Swarachhata Hi Seva Abhiyan #Ankleshwar #CGNews #Nagar palika #Gujarat
Here are a few more articles:
Read the Next Article