અંકલેશ્વર: જંગલના સીમાડા ઓળંગી દીપડા શહેરમાં પ્રવેશ્યા, ગૌતમપાર્કમાં દીપડો દેખાતા ફફડાટ

અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે..

New Update
અંકલેશ્વરના ગામડાઓ બાદ હવે શહેર સુધી દિપડાઓ આવી ગયાં હોવાથી લોકો ભયભીત બન્યાં છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે તથા નર્મદા નદીના કિનારે આવેલાં ગામડાઓમાં દિપડાઓના આંટાફેરા વધ્યાં છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે.
વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. હવે તો દિપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઇ વખત રાત્રિના 9.30 વાગ્યા પછી તો કોઇ વખત વહેલી સવારે દિપડો જોવા મળી રહયો છે. હાલ સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના 9 વાગ્યા પછી લોકો ઘરોની બહાર નીકળતાં ગભરાઇ રહયાં છે.
#Bharuch Samachar #wild animal #જીનવાલા સ્કૂલ #દીપડો #Anklehswar News #અંકલેશ્વર સમાચાર #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article