New Update
-
ભરૂચના આમોદનો બનાવ
-
આમોદ વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો હતો મગર
-
મગર રાત્રીના સમયે પાંજરૂ તોડી બહાર આવી ગયો
-
બહાર આવી ગાયનો શિકાર કરવાનો કર્યો પ્રયાસ
-
વન વિભાગે ફરી પાંજરે પૂર્યો
ભરૂચના આમોદમાં વન વિભાગ દ્વારા પકડવામાં આવેલ મગર પાંજરું તોડી બહાર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મુકવામાં આવ્યો હતો. ગત રાત્રિના મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. મગર પાંજરામાંથી બહાર આવી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકો અંગે બન વિભાગના કર્મચારીઓને જાણ કરતા તેઓ તરત જ દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું પુન:સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.પાંજરું જોતા અનુમાન લગાવાય રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોઈ જેથી અંદર રહેલા મગરે બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો.
Latest Stories