New Update
આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
વિવિધ શિવાલયોમાં ઉજવણી કરાય
ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વરના અતિ પૌરાણિક રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર સ્થિત નર્મદેશ્વર મહાદેવ ,રત્નેશ્વર મહાદેવ મંદિર ,અંતરનાથ મહાદેવ મંદિર., ચૌટાનાકા નજીક આવેલા એક લિંગનાથ મહાદેવ મંદિર સહીતના શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી નિમિત્તે રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર, અભિષેકાત્મક લઘુરુદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બીલીપત્ર અને કાળા તલ અર્પણ કરી મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories