અંકલેશ્વર: પાનોલી GIDCની સ્ટરલાઈટ કંપનીમાં ભીષણ આગથી દોડધામ,5 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ

કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો હતો. કામદારો સમયસુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર,જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ ૨ થી ૩ કલાકની જહેમત  બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Read the Next Article

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા અનોખો ફેશન શો યોજાયો, દુલ્હનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક

ફેશન શોમાં ભરૂચ જિલ્લાની ૧૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા આયોજન

  • અનોખો ફેશન શો યોજાયો

  • દુલહનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક

  • 100થી વધુ મહિલાઓએ લીધો ભાગ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
ભારતીય પહેરવેશને પ્રાધાન્યતા આપવાના હેતુસર સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો ૨૦૨૫નું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભરૂચ જિલ્લાની ૧૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું હતુ.નિર્ણાયક તરીકે ક્રિષ્ણાબેન વ્યાસ અને શિતલબેન મહેતાએ સેવા આપી હતી.
આ પ્રસંગે સમાજ સેવિકા જ્યોતિબેન પટેલ, દીપામાસી, ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશ નિઝામા, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, વા.પ્રેસિડેન્ટ ચૈતાલીબેન, જો.સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન શિલાબેન પટેલ અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વિજેતાઓને ઉપસ્થિતોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.