દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ18 લાખની કિંમતનું MD ડ્રગસ ઝડપાયું

ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 

New Update
Advertisment
  • ભરૂચ તાલુકા પોલીસને મળી સફળતા

  • ડ્રગસનો કાળો કારોબાર ઝડપી પાડ્યો

  • એક્સપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું

  • કારમાં કરવામાં આવતી હતી હેરાફેરી

  • રૂ.18 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

Advertisment
ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી અનુસારની કાર આવતા તેને અટકાવી જડતી લેવામાં આવતા ઇલ્યાસઅલી હુસૈન મલેક , અશરફ બશીરભાઇ મુન્સી અને હનીફ રાજ કારમાંથી મળી આવ્યા હતા. વાહનની તલાસી દરમિયાન 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 18 લાખ રૂપિયા જેટલી થાય છે. ડ્રગસનો આ જથ્થો મુંબઈથી રવાના થયો હતો જેને ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો.
મામલામા રઉફ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીઓ ભરૂચના દેરોલ ગામના રહેવાસી છે જે પૈકી ઇલ્યાસભાઇ અલીહુસૈન મલેક નશીલા પદાર્થોના કારોબારના બે , બળાત્કારના એક  અને  મારામારીના એક ગુના મળી ૪ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે. એમડી ડ્રગ અને વાહન મળી ૨૨ લાખ રૂપિયાનો મૂદ્દામાલ કબ્જે કરી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શુંભેન્દુ ફૂલતરીયાને આગળની તપાસ સોંપવામાં આવી છે 
Latest Stories