New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
JCI દ્વારા આયોજન કરાયું
મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ટ્રેડ એન્ડ ફન ફેર અંતર્ગત આયોજન
અંકલેશ્વરમાં જેસીઆઈ દ્વારા આયોજિત ટ્રેડ એન્ડ ફન ફેરમાં આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઈફલાઈન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નર્મદા લાઈફલાઈન હોસ્પિટલની મેડિકલ ટીમનો કેમ્પમાં સહાયોગ સાંપડ્યો હતો.સદર કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન વલકેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર દિલીપ કાપડિયા, મિહિર દવે ,પ્રમુખ ભાવિન હીરાની, રિજનલ ચેરમેન કમલેશ પંચાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories