New Update
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કાર્યવાહી
મેગા ડીમોલીશન ઝુંબેશ હાથ ધરાય
2 ટીમે વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવ્યા
50થી વધુ દબાણો દૂર કરાયા
પોલીસ કાફલો પણ સાથે રખાયો
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર શહેરમાં મુખ્યમાર્ગને અને કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થતી હતી જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી ત્યારે સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ મેગા ડિમોલીશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ ક્લોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની 2 ટીમ બનાવવામાં આવી હતી.આ 2 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચૌટા નાકાના તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ સાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગે અડીને ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.કોઈ અનીરછનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો.આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 50થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા.આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Latest Stories