New Update
ભરૂચમાં મેઘરાજાની પુન: પધરામણી
એક દિવસના વિરામ બાદ વરસાદ
સવારના સમયે પવન સાથે વરસાદ વરસ્યો
વાતાવરણમાં ઠંડક પ્રસરી
છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી
ભરૂચમાં આજે સવારે એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી. જો કે બે દિવસથી મેઘરાજાની ગતિ ધીમી પડી છે ત્યારે શનિવારના રોજ સવારના સમયે ભરૂચ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.એક દિવસના વિરામ બાદ વરસેલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાતવર્ગે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો આ તરફ અંકલેશ્વર હાસોદ વાઢીયા અને નેત્રંગ પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Stories