/connect-gujarat/media/media_files/2025/05/23/MuPX82mn8aLkiAtGyahP.jpg)
અંકલેશ્વર શહેરના પંચાટી બજાર ખાતે રહેતી વૃદ્ધાને માર્ગમાં રિક્ષામાં ભેજાબાજોનો ભેટો થયો હતો.અને મહિલાના સોનાના દાગીના એક રૂમાલમાં બાંધીને ચાલાકીથી સેરવી લઇ ફરાર થઇ જતા ચકચાર મચી ગઈ હતી.
અંકલેશ્વર શહેરના પંચાટી બજાર ખાતે રહેતી અરુણા રાણા ઉ.વ.74નાઓ હનુમાન વાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા.તે દરમિયાન માર્ગમાં તેઓને એક રિક્ષામાં સવાર બે ભેજાબાજો ભટકાય ગયા હતા.જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એકે બુરખો પહેર્યો હતો.વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેણીએ પહેરેલા સોનાના ઘરેણાં એક રૂમાલમાં બંધાવ્યા હતા. અને હાથ ચાલાકીથી સેરવી લીધા હતા.અને રૂપિયા 1 લાખ 17 હજાર 750ના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અરુણા રાણાએ શહેરA ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસે તેણીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.