ભરૂચ: જંબુસર તાલુકાના ઉબેર ગામમાં પૂરના પાણીમાં તણાતા 100 થી વધુ પશુઓના મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય પશુઓ પાણીમાં તણાઈ જતા પશુપાલકોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં પૂરના પાણી થી  સર્જાયેલી તારાજી ની દર્દનાક ઘટના સામે આવી હતી.જેમાં 100 થી વધુ પશુઓના પૂરના પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય પ્રાણીઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.સર્જાયેલી ઘટનામાં ભરવાડ સમાજના 30 થી વધુ પરિવારોએ પોતાના ઢોર પૂર પ્રકોપમાં ગુમાવ્યા હતા.ભરવાડ અને કચ્છી સમાજના લોકો આ વિસ્તારમાં વધુ રહે છે,અને પશુપાલનનું કામ કરે છે.પરંતુ અચાનક સર્જાયેલી ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાવાના કારણે અબોલ જીવો મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડી આવીને પશુપાલકોની વ્હારે આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.