ભરૂચ : ઝઘડિયામાંથી પસાર થતા SOU ને જોડતા માર્ગ પર ઉડતી ધુળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસેથી પસાર થતા SOU એકતાનગર માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો  ભારે હાલાકી વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ માર્ગ પર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે,જેને લઇ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.ધૂળની ડમરીઓ ઉડવાથી આ માર્ગ ધૂળીયો બન્યો છે.જેથી ખાસ કરીને બાઈક ચાલકો ની હાલત અત્યંત દયનીય બની છે, રોડ પર પુરવામાં આવેલા પથ્થરો આખા રોડ પર ફેલાયા છે,જે ઉડીને કોઈક વાહન ચાલકને વાગે તો અકસ્માત થઈ શકે છે, એક સાઈડનો માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે. તેથી કેટલાક વાહનચાલકો પોતાના વાહન રોંગ સાઈડ પર દોડાવવા માટે મજબૂર બન્યા છે.આ માર્ગના નવીનીકરણની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે.
#Bharuch #Gujarat #CGNews #Jhagadia #motorists #hit #dust
Here are a few more articles:
Read the Next Article