/connect-gujarat/media/media_files/2025/08/18/mansukh-vasava-2025-08-18-17-58-24.jpg)
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે,અને રોડ,રેલવે,હવાઈ માર્ગ સહિતની સવલતોથી થતું ટ્રાન્સ્પોર્ટેશન ઉદ્યોગોની ગતિને વધુ ચેતનવંતી બનાવે છે.પરંતુ વંદે ભારત ટ્રેનને તાજેતરમાં નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું હતું,જોકે ભરૂચ તેમાંથી બાકાત રહેતા સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/18/letter-2025-08-18-18-07-15.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેલવે મંત્રીને પત્ર લખી સ્ટોપેજ આપવાની માંગ કરી છે. તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે સંસદમાં નિયમ 377 અનુક્રમે રેલવેને સંબંધિત વિવિધ વિષયો પર રજૂઆત કરી હતી. દહેજ ખાતે દેશનો સૌથી મોટા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પેટ્રોકેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રિજનનો વિસ્તાર થઈ રહ્યો છે.
એક જ જિલ્લામાં 9 ઇન્ડસ્ટ્રિયલ એરિયા આવેલ છે.જેમાં 20 હજારથી વધુ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓ અને મજૂરો વ્યવસાય માટે ભરૂચમાં નિવાસ કરે છે. આમાંથી મોટાભાગના લોકો રેલવેથી તેઓના વતન આવાગમન કરે છે. જેમાં ભરૂચ રેલવે સ્ટેશન તેઓને વિશેષ ઉપયોગી થાય છે.
આ પરિવારોના વૃદ્ધ અને બીમાર લોકોને લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધા ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવે જેથી મુસાફરોને સુવિધા મળી રહે. સાથે જે ભરૂચ દહેજ ખાતે રેલવે લાઈન પર સુચારુરૂપથી ટ્રેનોનું સંચાલન થાય એવા આદેશ આપવામાં સહયોગ પ્રદાન થાય એવી માંગ કરવામાં આવી છે.
સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી રજુઆત કેટલી કારગત નીવડે છે,તે તો આવનાર સમય જ બતાવશે,પરંતુ ભરૂચને વંદે ભારત તેનું સ્ટોપેજ મળે તે અનિવાર્ય હોવાનું ભરૂચની જનતા પણ કહી રહી છે.