/connect-gujarat/media/media_files/2025/09/30/blood-donation-2025-09-30-18-33-56.jpg)
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની રાગિણી સિનેમા ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખા ઉપસ્થિત રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/30/bhadkodra-blood-donation-2025-09-30-18-34-12.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રાની રાગિણી સિનેમા ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેંકના સહયોગથી 75 યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.