New Update
cવિદેશમાં બનતી ભારતીયો પરના હુમલા તેમજ લૂંટની ઘટનાને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે,અને વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં સર્જાય હતી,જાણવા મળ્યા મુજબ દક્ષિણ આફ્રિકાનાં વેન્ડા શહેરમાં સ્થાયી થયેલા અને ભરૂચના કંબોલી ગામના વતની શબ્બીર આમોદવાલાની દુકાનમાં બુકાનીધારી નીગ્રો લૂંટારૂ ટોળકી આવી હતી,અને વેપારી સહિત દુકાનમાં રહેલા અન્ય એક વ્યક્તિને મારમારી લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વિદેશમાં ભારતીયો પર થતા હુમલાના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,અને ભારત સરકાર દ્વારા આ બાબત અંગે કોઈ નક્કર પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે.
Latest Stories