New Update
આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત
ઉનાળુ વેકેશન પૂર્ણ થયું
વિદ્યાર્થીઓને શાળામાં આવકાર અપાયો
શાળાના વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા
વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં જોડાયા
ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પુરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ૨૫૦થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે.
માર્ગો ઉપર સ્કૂલ વર્ધિના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન વંતો જોવા મળ્યો હતો.નાના ભુલાકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો. તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી ત્યારે ભરૂચ- અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને હોલાહલથી ક્લાસરૂમોમાં ગુંજી ઉઠ્યા હતા