સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.
સ્વતંત્ર ભારતના 77 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે, અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રિય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રતાના 78 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લિફ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફર આપવામાં આવી છે.
જેમાં તા. 15મી ઓગષ્ટના રોજ ગ્રાહકોને માત્ર 78 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે. જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે. આ અંગે હોટલ સિલ્વર લિફના મેનેજર પ્રભાત ત્યાગીએ જણાવ્યુ હતું કે, સમગ્ર દેશ આઝાદીના 78 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.