New Update
/connect-gujarat/media/media_files/2024/12/06/FcpwB0cOe0Zm5e38Uat9.jpg)
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતાં ટ્રેકટરમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ટ્રેકટર ચાલકને ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં 54 વર્ષીય ભરતભાઇ રાઠોડ ટ્રેકટર નંબર- GJ-16-DC-1141માં બેસીને આછોદ ગામથી રોઝાટંકારીયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ વેસ્પુન કંપની નજીક પાછળથી ટ્રક નંબર GJ-06-AU-8878 ના ચાલક અહેમદહુસેન લાલમોહમદ મકરાણીએ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલ્ટી મારી ગયું હતું.
જેમાં ભરતભાઈ રાઠોડ ટ્રેકટરની નીચે દબાઈ જતાં તેમનુ સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું.જયારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે.
Latest Stories