New Update
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના બળિયાદેવ બાપજી મંદિર નજીક ખાડીમાં મગર દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા નગરના બળિયાદેવ બાપજી મંદિર નજીક ખાડી નજીક મગર નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો ફેલાયો હતો. નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા નદીમાં રહેતા મગરો ખાડીઓ અને નાળા-તળાવોમાં આવી જાય છે, અને તે રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે ઝઘડીયાના બળીયા બાપજી મંદિર નજીક ખાડીમાં મગર નજરે પડ્યો હતો, જેને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જે બાદ સમાજિક કાર્યકર મિતેષ પઢીયાર દ્વારા મગર અંગે ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડીયા વન વિભાગ દ્વારા મગરને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
Latest Stories