અંકલેશ્વર: સારંગપુરની મંગલદીપ સોસા.ના મકાનમાંથી રૂ.8 લાખના મુદ્દામાલની ચોરી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી..

New Update
Chori Accused Arrest
અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી.
ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ,વી.આર.ભરવાડ સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રોકડા ૧૫ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૮.૩૩ લાખની ચોરીની ઘટનાને અંજામ આપનાર વોન્ટેડ આરોપી જસબીરસીંગ ટાંક ભરૂચની કસક ઝુપડપટ્ટીમાં હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી
અને કસક ઝુપડપટ્ટી ગુલબીનો ટેકરામાં રહેતો જસબીરસિંગ જોગીન્દરસિંગ ટાંકને ઝડપી પાડ્યો હતો.અને જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીની સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી.
Advertisment
Latest Stories