અંકલેશ્વરમાં મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ ઇસમોની ધરપકડ કરતી પોલીસ

અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.

New Update
aa

અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.

અંકલેશ્વર શહેરડિવિઝન પોલીસે બાતમીના આધારે ચૌટાનાકા નજીક આવેલ ઉન્નતીનગર પાસે વાય.એસ.ચાઈનીઝની લારી પર રેડ કરી હતી.પોલીસ રેડમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાન તથા શોકત હુસેન અબ્દુલ રજાક પઠાણ અને ચાઈનીઝ લારી ચાલવતા દિપક સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ત્રણ સટ્ટાખોરોની ધરપકડ કરીને રોકડા રૂપિયા11,300અને મોબાઈલ એક કિંમત રૂપિયા5000મળીને કુલ રૂપિયા16,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસની કાર્યવાહીને પગલે ઓનલાઇન સટ્ટો રમતા તત્વોએ ફફડાટ વ્યાપી ગયો હતો.