અંકલેશ્વર: લોભામણી લાલચ આપી મહિલા સાથે રૂ.9 લાખની છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.

New Update
Ankleshwar Online Fraud
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી મહિલાને ઓનલાઈન રોકાણમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો 
ગત તા.૧૫-૭-૨૦૨૨ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી સ્વીટીબેન નિમિશ કોઠારીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
જે મહિલાને રાયપુરમાં રહેતો નિજામુદ્દીન નવાજુદ્દીન શેખ અને સુરજ અભય ચૌરાસિયાનામના ગઠિયાઓએ પ્રથમ રૂ.૧૪ હજાર લેખે વ્યાજ આપ્યુ હતુ અને ત્યાર બાદ વ્યાજના કે રોકાણના ૯ લાખ રૂપિયા પરત નહી આપી મહિલા રોકાણકાર સાથે છેતરપીંડી કરી હતી.આ છેતરપીંડી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે તેણીએ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી અગાઉ એક આરોપીને ઝડપી પાડયા હતા જે બાદ પોલીસે વધુ એક આરોપી ઉમેશ પટેલની મુંબઈ તલોજા મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories